સાધો,હર પલ મસ્તી મેં રહેના
કિસીસે કુછ ભી ન કહેના…
સુખ-દુખ:ના વણ્યા છે
,કૈં કેવા તાણાવાણા.
.મુક્તિ-બંધનના રચ્યાં છે
કૈં કેવા આટા-પાટા..
ગુરુજીએ તો કીધું ભૈ જીવન રૈન બસેરા..
ભરતી -ઓટ સંસાર સાગરે
તરાવજે તું તરાપો..
વધુ મમત ના રાખજે
જીવનછે ઝુરાપો..
લખ-ચોર્યાસી યોની મેં રહેગા આના-જાના…
સાધો, હર પલ મસ્તી મેં રહેના.
—વિનોદ માણેક,’ચાતક’