ઈશ્વર ની ઉત્તમ રચના એટલે સ્ત્રી ,
સંપૂર્ણ બ્રહ્માંડ ના કણ ની ઉત્પત્તિ માટે જરૂર છે એ છે સ્ત્રી,
સ્ત્રી ને સામાજિક કે શારીરિક દ્રષ્ટિ એ ના જોઈએ તો ,
સાક્ષાત અંબા , જગદંબા અને માશક્તિ નું સ્વરૂપ છે સ્ત્રી,
તો કયા પરિબળો ભાગ ભજવી ગયા ,
આપણી સંસ્કૃતિ માં સ્ત્રી નું નામ બદનામ કરતા ગયા,
ઇતિહાસ સાક્ષી છે દરેક ઘટના માં કેન્દ્ર સ્થાને હોય છે સ્ત્રી,
ચાહે હોય મહાભારત , રામાયણ કે અન્ય સંસ્કૃતિ ,
જરૂર છે માત્ર દૃષ્ટિ સુધારવાની ,
સ્ત્રી ને સ્ત્રી નો દરજ્જો આપવાની ,
પરંપરાગત ચાલતી આવતી પ્રથાઓ સુધારવાની ,
સ્ત્રી ને ઈજ્જત ની નજર થી જોવાની ,
પત્ની , માં કે બહેન કોઈ ની પણ હોવાની,
જરૂર છે માત્ર ઉપર નો સંકલ્પ કરવાની,
કુલદેવી ની સાથે જ્યાર થી પૂજા થશે ગૃહલક્ષ્મી ની ,
સમસ્ત બ્રહ્માંડ માં દરેક ઘરે નિર્માણ થશે શક્તિરૂપી સ્ત્રી ની ,
તો જ સ્થપાશે ધર્મરૂપી શક્તિ ની ,