ગોરી રાધા તું કેમ ઘેરી બેસે કોળી કોળી
જોને કેસૂડાં ના બાગ માં કાનો રમે
કેસૂડાં ના બાગ માં કાન્હો રમે
ઓ ભોળી રાધા આ શ્યામ તારો જઈને ચોરી ચોરી
બીજી ગોપીયો ના ગાલ પર રંગ ભરે
રંગ ભરે
તો જાને તારા કન્હૈયા ને પરખીજ લે
તારા કાન્હા ને પેલા તું રંગીજ દે
રંગી દે એને પ્રેમ રંગ લાલ…
હોળી આવી રે આવી રે આવી રે લગાઈ દે ગુલાલ
હોળી આવી રે આવી રે આવી રે લગાઈ દે ગુલાલ
સખીયો બોલાવી ને લાવીને લાવીને
મચાવીયે ધમાલ
હોળી આવી રે આવી રે આવી રે..
રે કાન્હા તારી ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી
રાધા એ જોઈ રાધા એ જોઈ
ઓ કાન્હા બીજી ગોપીયો ની સંઘ તમને જોઈ
રાધાજી રોઈ રાધાજી રોઈ
રોઈ રાધાજી રોઈ
જા એને તું માનવીલે પ્રેમ નો રંગ લગાવી દે
જા એને તું માનવીલે પ્રેમ નો રંગ લગાવી દે
કોણ કરશે તને એના જેવો વ્હાલ..
રંગી દેને પ્રેમ રંગ લાલ….
હોળી આવી રે આવી રે આવી રે લગાઈ દે ગુલાલ
હોળી આવી રે આવી રે આવી રે લગાઈ દે ગુલાલ
સખીયો બોલાવી ને લાવીને લાવીને
મચાવીયે ધમાલ
હોળી આવી રે આવી રે આવી રે
~ પ્રિયાંશ શાહ