આવી રે આવી રૂમઝૂમ કરતી આવી હોળી,
અંતરમાં અરમાન જગાવે ઢંઢોળી ઢંઢોળી.
ચારેકોર ધમાલ રંગોની કમાલ,
અંગે અંગ ઉડે રે અબીલ ગુલાલ.
લઈને સપ્તરંગી રંગોની ઝોળી,
આવી રે આવી રૂમઝૂમ કરતી હોળી.
રીમ ઝિમ વરસે આજ રંગો લાલમ લાલ,
રંગે આકાશી અંતર મન વિશાલ.
રંગે છે છબીલાને પ્રિત રંગમાં ઝબોળી,
આવી રે રૂમઝૂમ કરતી આવી હોળી.
નવલી એક નાર એની આંખોમાં ખુમાર
સાથે યાદોની લઈ વણઝાર
હરખે રસિયાને રંગમાં રગદોળી,
આવી રે આવી રૂમઝૂમ કરતી આવી હોળી.
~દિનેશ નાયક “અક્ષર”