ઘાયલ થયો છું
ઉઠાવી ઘૂંઘટ ઘાયલ થયો છું
દરદ મીઠું છે કાયલ થયો છું.
મળી જુઓ નજરથી નજર જ્યાં
જીંદગીના હર દ્રશ્યે રંગીન થયો છું.
રંગત એ ચહેરાની ગજબ રહી છે
હાલત નશેમન છતાં સંગીન થયો છું.
ઉઠાવ્યા પછી ઘૂંઘટ એ શરમને જરા વર્ણવી
હર શબ્દે શબ્દે જરા! ગુલાબી થયો છું.
પ્રીત ઘેલો કહી શકશે કદાચ આ જગ
પણ લાગે છે હવે પરમની નજીક થયો છું.
સંગાથ રૂડો રહશે ચોક્કસ લાગે છે “નીલ ”
બે કાયા ને આતમ એકનો જો મુસાફર થયો છું.
નિલેશ બગથરિયા
“નીલ “