ફરતી પીંછી
અંધકારની; દીપ
નહીં રંગાય.
નવવધૂએ
દીપ હોલવ્યો, રાત
રૂપની વેલ
રાજારાણીની
છબી ઓથે ગરોળી
કરે શિકાર
રાત અંધારી
તેજ-તરાપે તરે
નગરી નાની
જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. Source – Wikipedia