લંકાને બાળી,
સીતા ભાળ લાવતાં,
હનુમાનજી.
ડરતાં બધાં,
ભૂત-પ્રેત-નિશાચ,
નામ સાંભળી.
પાતાળ કંપ્યુ,
આંજનેય એ હણ્યો,
અહિરાવન.
દુઃખ એ હરે,
કરાવી સુગ્રીવની,
રામની મૈત્રી.
થયા આશ્વસ્ત,
સીતા મળી બાલાજી,
પ્રભુ આવશે.
રહે એ સદા,
રામના દરબારે,
રામચરણે.
થયા મૂર્છિત,
લક્ષ્મણને ઉબાર્યા,
હનુમાનજીએ.
લાગે પ્રભુને,
ભરત સમ પ્યારા,
હનુમાનજી.