હૈયાના બારણે આવકારના તોરણ હોય
હૈયાના બારણે આવકારના તોરણ હોય
રૂડું એથી જ તો હર ઘરનું આંગણ હોય.
હસી ઉઠે જો આ મન કોઇના આગમનથી
તો સમજો ઘરનું સારપભર્યુ લીંપણ હોય.
અતિથિ દેવો ભવ..મનમાં ઉગેલું જણાય
સમજો ધરના ખૂણે ખૂણે લીલી કૂંપણ હોય.
વાનગી ને વ્યંજનોની મીઠાસ બાજુ પર રહે
સમજવું તે ધરમાં લાગણીઓનું જમણ હોય.
બની શકે હોય ખાલીપો છુપાયેલો ક્યાંક ને ક્યાંક ખૂણે
છતાં વર્તાય ના “નીલ” તો ને તોજ ધરમાં અતિથિનું વળગણ હોય.
નિલેશ બગથરિયા
“નીલ “