મેવાડી ધરા પે આજ અવસર આવિયો ધિંગાણ નો,
આજ આયો કપરો વખત રાણા રાજપૂતી શાન નો,
મહાકાય મુગલીયા ફોજ હામે ભલભલા ના રામ રમે,
પણ મારો રાણો એકલિંગ ના સિવા બીજે તો ના નમે,
ચાર ડાબલા ખખડાવતો એ ચેતક અરાવલી થી ઉતરે,
થયો સવાર ચેતકે મેરુ સમો એ ભારત ભૂમિ નો સુત રે,
હાથ માં ડાલમથો ભાલિયો ને એની કેળે બે તલવાર,
દુશ્મનો ના શિર કટે ના જાય રાણા નો ખાલી વાર,
લોહી નું ધીંગાણું જામિયું શ્રાવણ ની સાતમે આજ,
મહાકાળ બની ને ત્રાટક્યો મેવાડી ધરતી નો એ રાજ,
લગન મંડપ સમો રાણા કાજ સજ્યો આ પીળો હલ્દી ઘાટ,
દુશ્મન ના હાથે થી તલવારો છૂટે સાંભળી રાણા ની એક ત્રાડ,
હાથીએ બેઠા સલીમ પર રાણા ની બે નજરો મંડાય,
સલીમ કો આમ હસ્તો જોઈ મહારાણો આજ પીડાય,
હાથે લઈને ભાલો જ્યાં રાણો સલીમ પર વીંઝવા જાય,
બહલોલ ખાન નો એક અવાજ રાણા ના કાને અથડાય,
બહલોલ બોલીઓ રાણા પે કાટો ઉસ કાફીર હિન્દુ કુત્તે કો,
થયો અગન સમો રાણો ને ઠેસ પહોંચી રાજપૂતી રુંતબે કો,
મહારાણા એ બાપ કહ્યો આજે ચેતક ને ભર્યા ઉદ્ધ મેદાન માં,
હે ચેતક લગાય છલાંગ ને તાંડવ કર આ બહલોલના ભાન માં,
હિમાલ સમો ચેતક કૂદ્યો હવા થઈ રાણા ના હુકમની આન માં,
બહલોલ સામે કેમ ની રહે હવે રાણા ની તલવારો એની મ્યાન માં,
નાદ ધર્યો મહાદેવ નો ને ધરી તલવાર ને રાણા એ એને હાથ,
કાપ્યો શિરે થી પેર હુધી એકીસ મણ નો એ બહલોલ મહાથ,
બખ્તર પહેરેલો કપાયો આખી ઘોડી સાથે એનો આખો ધોડીસવાર,
જોઈ રાણા ની બરસી નો આવો વાર થંભી ગયું યુદ્ધનું મેદાન થોડીવાર,
એક રાજપૂતાણી ના ધાવણ ની રાણે આજે રાખી એવી લાજ,
પછી જડ્યો નહીં એના જેવો બીજો જોદ્ધો લોહી ના ખપ્પર ભરવા કાજ,
કટે શીશ પર જુકે નહીં એવો મેવાડી મહારાણા નો એ અંદાજ,
નતમસ્તક થઈ વંદન તને આ ભારત ભૂમિ ના શૂરા આજ.
~ ધ્રુવ પટેલ