શિવ ભક્તો મુખથી બોલો હર હર મહાદેવ !
શ્રાવણ સંગ તમે સૌ ડોલો , હર હર મહાદેવ !
જટાધારી , શિરે ગંગાધારી, કૈલાશે બિરાજે.
સુર-અસુર સૌ શીશ નમાવે એના દરવાજે.
અંતરપટને હવે તમે ખોલો, હર હર મહાદેવ !
શ્રાવણ સંગ તમે સૌ ડોલો ,હર હર મહાદેવ !
વિષપાન કરી જગતને જેણે અમૃત આપ્યું,
ગજાનને પરિક્રમા કરી,પૃથ્વીનું અંતર કાપ્યું.
પ્રગટાવો હૈયે ભક્તિ ઓલો,હર હર મહાદેવ !
શ્રાવણ સંગ તમે સૌ ડોલો , હર હર મહાદેવ !
ઝટપટ રીઝે ,ખીજે તો ત્રીજું નેત્ર વિનાશક,
ભોળો શંભુ ,અખિલ બ્રહ્નમાંડનો છે ચાલક,
એક એક કર્મને જાતે તોલો, હર હર મહાદેવ !
શ્રાવણ સંગ તમે સૌ ડોલો , હર હર મહાદેવ !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘