આ હવા જુઓ સુગંધ સુગંધ થઇ છે
નક્કી છે વાત એ એની ગલીએ ગઇ છે.
ગતિ પણ જુઓ હવાની મંદ મંદ થઇ છે
નક્કી છે વાત એ એની લટને સ્પર્શી ગઇ છે.
મદહોશીનો માહોલ જુઓ આ હવા બનાવી ગઇ છે
નક્કી છે વાત એ એની આંખોને અડી ગઇ છે.
ભેજ જુઓ આ હવા દર્શાવી ગઇ છે
નક્કી છે વાત એ એના શ્વાસે ભળી ગઇ છે.
આવશે કે નહીં એ કહેવા આ હવા ક્યાં ઉભી છે?
છતાં નક્કી છે વાત એનો ભીનો સ્પર્શ “નીલ” ને દઇ ગઇ છે.
નિલેશ બગથરિયા
“નીલ “
હસ્તરેખાઓ
આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ, કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ. પિંડ સાથે એ તો રચી હોય વિધાતાએ, કયાં...