હે કૃષ્ણ..
વારસામાં મળેલા ટહુકાને તું ટાંક..
કાં’ તો મારી હુંડી મને પાછી આપ…
ગેડી દડાની આ રમતને બંધ રાખ..
કાં’ તો એ કાળીનાગને આજે નાથ…
ચાલયો છે તું ભલે મથુરાની વાટ..!
આજ પછી ના કરતો કોઈ વાત…
કંશ જરાસંઘ ને પણ તું મારી નાખ..
ને તોય પાછો રાજનો મોહ ના રાખ..
રણ માંથી ભાગે તોય રણછોડ રાય..
એમાંય તું રાજનીતીજ્ઞ થઇને પૂજાય…
પાંડવોની પડખે ભલે ઉભો છે આજ..
ને ગીતાનું જ્ઞાન તોય ‘જગત’ને કાજ…
હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ..
છૂટે ‘જગત’ ત્યાં સુધી કરીશ હું કામ.
જે એન પટેલ