હોવાપણું જગતે ચર્ચાય
હોવાપણું જગતે ચર્ચાય
અસ્તિત્વ ઉંચું ગણાય.
જાત લોક હિતે ઘસાય
અસ્તિત્વ પાકું ગણાય.
રોજે રોજ શીખતું દેખાય
અસ્તિત્વ નવલું ગણાય.
દુનિયાદારી વચ્ચે દર્દ કળાય
અસ્તિત્વ નરવું ગણાય.
જન્મે માનવ ,જો થાય માનવ
“નીલ” અસ્તિત્વ ગરવું ગણાય.
ભરી મહેફિલે ખાલીપો વર્તાય
અસ્તિત્વ એજ જબરું ગણાય.
નિલેશ બગથરિયા
“નીલ “