હું તો રોજ કાનો બનીને આવુ છું…
હું તો રોજ કાનો બનીને આવુ છું…
ક્યારેક રાધા બનીને આવી તો જો..!!
હું તો રોજ તારી રાહ જોવુ છું…
ક્યારેક રુક્ષમણી બનીને બોલાવીતો જો..!!
હું તો રોજ ગોધન લઇ નિકળુ છું…
ક્યારેક ગોપી બનીને પુકારી તો જો..!!
હું તો રોજ ગીરીઘર બની આવું છું…
જરીક લાકડીનો ટેકો આપી તો જો…
હું તો રોજ ગીતાને ગાઉ છું…
ક્યારેક અર્જુન બનીને સાંભળીતો જો..!
હું તો ભવેભવ જગતમાં આવુ છું…
ક્યારેક યશોદા બનીને ઝુલાવી તો જો..!..
જે એન પટેલ