પળપળને મોજે માણું હા ભાઈ હું છું ગુજરાતી,
દુ:ખોને દરિયે નાખું હા ભાઈ હું છું ગુજરાતી.
લાગું છું છેલછબીલો ખુશીઓનો ભરવા થેલો,
ગાગરને સાગર માનું હા ભાઈ હું છું ગુજરાતી.
બોલ્યા વચનો પાડીએ ખાલી ફોગટ વાતો કરતાં નહીં,
માણ્સાઈ મારું નાણું હા ભાઈ હું છું ગુજરાતી.
હૈયે,હોઠે,જીભે મીઠા શબ્દો ધરવા હું તો રોજેજ,
ભાણે મોરસ રાખું હા ભાઈ હું છું ગુજરાતી.
અંગે પ્હેરી ધોતિયું સચ્ચાઈ ની લઈને લાઠી,
દુશ્મનને હાંકી કાઢું હા ભાઈ હું છું ગુજરાતી.
કાજલ કાંજિયા “ફિઝા”