બોતેરમું બેઠું
આઝાદીને. ……
તો યે
ચહેરો લાલચટ્ટાક !
યુવાનીને શરમાવે એવો
આઝાદીના
ચહેરા પરની લાલી
ઉત્તમ પોષણ અને માવજતનું પરિણામ છે
એકતા/ભાઈચારો/સહિષ્ણુતા /રાષ્ટ્રપ્રેમ…
વગેરે ઉત્તમ ફળોના જ્યુસભર
રાખી છે આઝાદીને
અમે આજ સુધી !
હે યુવાનો !
હવે એ જવાબદારી તમારી
નિભાવશોને ?
-સાલસ