જે કંઇ તારી ભીતર છે તે જ તું આપી શકે
જે કંઇ તારી ભીતર છે તે જ તું આપી શકે
છેદ ઉડે જો અહમનો ખૂદ ને સ્થાપી શકે
આંખ ભીતર ની ખુલે તો માપપટ્ટી સંભવે
માંહ્યલામાંથી નીકળતા પ્રેમ ને માપી શકે
હરવખત ભટક્યા કરે તું આ અલખના ઓટલે
એટલે તું સત્ય આખા લોક માં સ્થાપી શકે
પ્રેમનો અવતાર થઈ ને સર્વ જગમાં ઘુમતો
દ્વાર ખોલે સ્નેહ ના તો દ્વેષને કાપી શકે
શૂન્યને તું શોધતો તું જ શૂન્ય હોય છે
શૂન્ય ફરતા શૂન્યને બસ તું જ તો સ્થાપી શકે .!
હર્ષિદા દિપક