જેની માટી હજી ક્યાંક ખીસ્સે ભરી છે
એ ભર્યું ભર્યું પાદર આજે ક્યાંક ગૂમ છે.
ઓટલે ઓટલા જેના સાંજે ભરચક રહેતાં
એ માનવ મહેરામણ સાચવતુ પાદર આજ ગૂમસૂમ છે.
વાતો અલક મલકની રોજે કરતું
એ પાદર આજે જુઓ સાવ ચૂપ છે.
ગાયું- ભેંસુ ને બકરી- ધેંટા જેવા જીવોનો પોરો
એ પાદર હવે તો સાવ નવરુધૂપ છે.
પનિહારીઓની મીઠી વાતો સાંભળતું
એ પાદર જુઓ તો હવે સૂનમૂન છે.
વડલા,પીપળા,રાવણા, લીમડા જેવા વૃક્ષે શોભતું
એ પાદર હવે કાળી સડકોથી ઘેરાયેલું ભૂત છે.
જીવે છે ખાલી મારામાં ક્યાંક “નીલ ” એ હજી ચોક્કસ
બાકી એ પાદર હવે મૃતપ્રાય ને લુપ્ત છે.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”