ઝાંખું છે સઘળું ઝાંખું ચોખ્ખું કશું ન ભાસે
ઝાંખું છે સઘળું ઝાંખું ચોખ્ખું કશું ન ભાસે
તરડાઈ રહ્યાં દૃશ્યો રફ્ફુ કરો ને આંખે
તારા સ્મરણને કહી દે થોડું તો માન રાખે
આઠે દિશાએથી મન શાને કરે છે તાબે
અનહદનો નાદ મારા કાને પડે છે જ્યારે
બાંધીને તેજ-ઘુંઘર મારામાં કોઈ નાચે
હું રંગમંચ આખું સાથે લઈ ફરું છું
કારણ કે હર ઘડી જગ નવલું જ પાત્ર માંગે
જાણે ગઝલ હો એમ જ જીવનને હું મઠારું
પણ કાળ આ વિવેચક, ભૂલો અપાર કાઢે
-શબનમ