જ્યાં વેચાયો ખુદ ઘનશ્યામ.
કેમ કરી ચૂકવાશે રાધાની આંખ્યુંથી દદડેલા મોતીના દામ,
જ્યાં વેચાયો ખુદ ઘનશ્યામ.
યુગોના યુગો વીત્યા તોયે ઘેલીના હૈયે છે શ્યામનું નામ,
જ્યાં વેચાયો ખુદ ઘનશ્યામ.
પાંપણની કોર પર વાળીને બેઠાતા નાનકડા સપનાની ગાંઠ,
આંખોથી આંખોમાં મોકલે છે સાચવી બે ચાર સપના એ માંડ,
એમાં મોરલી વગાડે રાધા નામ.
જ્યાં વેચાયો ખુદ ઘનશ્યામ.
થોડા તો થોડા પણ માટીમાં ડાટયા છે મોંઘેરી યાદોના ગુલાલ,
નામ કોઈ લઈ લે જો કાનાની સામે તો રાધાના ગાલ થાય લાલ,
એવા નખરાળી રાધાના કામ,
જ્યા વેચાયો ખુદ ઘનશ્યામ.
-હાર્દિક પંડ્યા