અંબા માતા અંબા પોતે પિતા છે,
અંબા પુરાણ રામાયણ ગીતા છે,
અંબા સપ્તશતીના શ્લોક બનતી,
અંબા તંત્રમણિના જપ બનતી.
અંબા કારતક મહિને કલ્યાણ કરતી,
અંબા માગશર મહિને મંગલ કરતી,
અંબા પોષ રે માસરે પોષણ કરતી,
અંબા મહા મહિને મા સુખ દેતી.
અંબા ફાગણ માસે ફળફૂલે ફળતી,
અંબા ચૈત્રે ભક્તોની ચિંતા ચૂરતી,
અંબા વૈશાખે વૃદ્ધિ ભરી દેતી,
અંબા જેઠે જીવમાં જીવન ભરતી.
અંબા અષાઢ માસે અધિ દેતી
અંબા શ્રાવણે સર્વ સિદ્ધિ દેતી,
અંબા ભાદરવે વળી ભીડ ભંજતી,
અંબા આસોએ આપદા બધી હરતી.
અંબા બાર મહિને બાર રૂપ લેતી,
અંબા રૂપ અનુપ એવા ધરતી,
અંબા કાયમ બધે કલ્યાણ કરતી,
અંબા સંતુલન જાળવતી