પક્ષીઓએ બાગમાં આજ અદાલત ભરી છે
આ કઈ કોયલ એ ટહુકવાની બગાવત કરી છે?
ન જાણે એ, એક દાણા માટે રઝળવું પડે અહીં
આ કોણે પાંજરે થી પોપટની જમાનત કરી છે?
કહી દેજો એને કે નીચી જાત જોડે ના લગાય
કયા બગલાએ કાગડા સંગ જમાવટ કરી છે?
મન ફાવે એ ડાળે બેસી આગાહી નહીં કરવાની
આ જ ગુનામાં એક ચાતક ને હવાલત કરી છે
શિસ્તબદ્ધ આવવાનું સૌ પક્ષીએ ચબૂતરા પર
એક જ બચ્યો છે, ને માંડ માંડ મરામત કરી છે
– દેવમ સંઘવી “તત્ત્વમ્”