મોટા ભાઈને પગલે-પગલે,
ચાલે જે નાનો ભાઈ,
અંતરથી જે અનુસરે,
અનુજ એ કહેવાય.
રઘુનંદનનો પડછાયો થઈ,
લક્ષ્મણ વનમાં જાય.
શત્રુઘ્નને પણ ભાઈનો,
વિરહ ક્યા સહેવાય?
આખેઆખુ રાજપાટ પામી,
ના ભરતજી લલચાય.
પાછુ ધરવા પ્રભુ રામને,
એ આકુળ-વ્યાકુળ થાય.
આજે અનુજ આવા અહીં,
શોધ્યા ના શોધાય.
ક્ષુલ્લક સંપત્તિને સત્તા કાજ,
અનુજ ‘અરિ’ થઈ જાય.
નિધી મહેતા
‘ખુશી’