અમસ્તા જ સારા ખરાબ કહેવાયા છી અમે
હસતા હસતા જ બધે,સેવાયા છી અમે.
સૌ માં ભળી જવાનો સ્વભાવ અમારો,
ને માટે જ,પાણી ની જેમ ફેલાયા છી અમે.
માન અપમાન ની ફિકર નથી હવે,
ને માટે જ,સૌ સાથે રહેવા ટેવાયા છી અમે.
ઢોંગીઓથી ભરપૂર જીવન અમારુ,
ને માટે જ,ભીડમાં એકલા દેખાયા છી અમે.
સત્ય બોલી કડવાહસ ફેલાવીએ છીએ,
ને માટે જ,સૌના જીવનમાંથી છેદાયા છી અમે.