અમે એમ મોટા થતાં હતાં🦋
દૂધ, પ્લાસ્ટિકની થેલીમાં નહિ,
કાચની બાટલીમાં લાવતાં હતા,
ઠંડા પીણાં ના ઢાંકણા પાછા આપી,
અમે પાવલી, પાંચ પૈસા કમાતા હતા.
અમે એમ મોટા થતા હતા.
સિગરેટ અને બાકસના ખોખામાં દોરો બાંધી,
અમે ટેલિફોન બનાવતા હતા,
કાંચની તૂટેલી બંગડીઓથી,
અમે એક બીજાને હરાવતા હતા.
અમે એમ મોટા થતાં હતાં.
નવી ચણાતી ઇમારતોમાંથી,
રેત ડુંગર પર ભૂસકા લગાવતા હતા,
અને એ રેત માંથી લચ્છી શોધી,
માટીના રમકડા બનાવતા હતા.
અમે એમ મોટા થતાં હતાં
થપ્પો, સાંકડી, ગિલ્લી દંડા રમવા,
સૌને ઘરમાંથી ખેંચી લાવતાં હતા,
કોડી, પાંચીકા, લખોટી ને ઘર-ઘર, આમાં,
અમે અમારી દુનિયા વસાવતા હતા.
અમે એમ મોટા થતાં હતાં.
દરેક વસ્તુ વાપરીને પાછું,
એનું રિસાયકલિંગ કરાવતા હતા,
સાયકલના નકામા પૈડાંને અમે
તૂટેલી ડાળખીએ હંકવતા હતા.
અમે એમ મોટા થતાં હતાં.
સુવિધાઓ ભલે ઓછી હતી,
અમે વસ્તુઓ વગર ચલાવતા હતા,
પણ સંબંધો સાચવવામાં અમે,
લાગણીની હોડ લગાવતા હતા.
અમે એમ મોટા થતાં હતાં.