અરે! સજન તમે હૈયે વિશ્વાસ આપજો,
જિંદગી તમારી છે તો અજવાસ આપજો.
આવવાની મારગે કેટકેટલી એવી અડચણ,
‘ને વિપત્ત આવતા નિસ્વાર્થ સાથ આપજો.
શબ્દથી ઓળખાતી, બંધારણથી પરખાતી,
હરેક ગઝલે-ગઝલે એક નવો રાગ આપજો.
હું માં આપ જીવીએ, એમ તમે માં હું જીવીએ,
ઘડી બેઘડીની જિંદગીમાં થોડો શ્વાસ આપજો.
કોઇને ક્યાં ખબર કેટલું જીવ્યા ને જીવવાના!
‘નેહ’ મારા સાથમાં તમારો સંગાથ આપજો.
© મયુર રાઠોડ ‘દુશ્મન’