કાલ પણ હું એજ હતી ને આજે પણ હું એજ છું,
તો પણ ખબર નહીં આજ કેમ બધું બદલાઈ ગયું છે.
કાલ સુધી તો હું કંઈ જ ના હતી,
આજ થતાં અચાનક કોઈનું અસ્તિત્વ બની ગઈ છું.
કાલ પણ ઘણા સંબંધો હતા ને આજે પણ છે,
પણ ખબર નહીં કેમ આજ એ સંબંધો ના પાયા બદલાઈ ગયા છે.
કાલના સંબંધો માં મારી કોઈ જ હસ્તી જ ના હતી,
અને આજે એ જ સંબંધો નો સેતુ બની ગઈ છું.
અસ્તિત્વ તો મારું કાલ પણ હતું ને આજ પણ છે,
પણ કાલ મારુ અસ્તિત્વ જાણે અસ્ત થઈ રહ્યું હતું,
આજે મારા અસ્તિત્વ માં તત્વ કોઈ પુરી રહ્યું છે
ટૂંકમાં કાલે પણ હું એ જ હતી ને આજે પણ હું એ જ છું,
ફરક માત્ર એટલો જ રહ્યો કે જેણે જેવી ધારી છે એવી જ છું હું.