આંખની ભાષાનું બહુ ઓછાંને જ્ઞાન હોય છે
દીવાલો તો ઠીક મૌનને પણ કાન હોય છે
ન લેતાં કદી હાય દર્દી,દરિદ્ર,વૃદ્ધ, અબોલની
જેનું કોઈ નથી એનાં તો ભગવાન હોય છે
છોને રહ્યાં લગભગ અપશબ્દો એનાં જ નામે
મનુષ્યને સૌથી વફાદાર તો શ્વાન હોય છે
ધ્યાન કરવાથી જ ધ્યાનમાં આવો એવું નથી
ધ્યાન સાથે કર્મનું પણ પ્રભુને ધ્યાન હોય છે
ખોવાઈ ગયાં છે સુર,તાલ,લય ને ભાવો પણ
હવે પૉપ મ્યુઝીકનું જ ગંદર્ભિયું ગાન હોય છે
-મિત્તલ ખેતાણી