આ દુઃખો,આ પીડા,આ માતમ,આ આફતો
ક્યારેક તો વિતવાનાં જ.
આપણે જીતવાનાં જ.
આ લાશો,આ દર્દીઓ,આ કતલખાનાઓ
ક્યારેક તો ખૂટવાનાં જ.
આપણે જીતવાનાં જ.
પ્રકૃતિનો પ્રકોપ છે ને છે એનાં કારણ પણ
ક્યારેક તો શમવાનાં જ.
આપણે જીતવાનાં જ.
દુર્જનો સક્રિય,સજ્જનો નિષ્ક્રિય કળિયુગે
ક્યારેક તો બદલવાનાં જ.
આપણે જીતવાનાં જ.
પાપ કરીશું તો ભોગવશું જ કર્મફળ,મનુષ્યો
ક્યારેક તો સમજવાનાં જ.
આપણે જીતવાનાં જ.
બીજાંનું બીજાં જાણે આપણે આપણું કરીએ
સત્ય,પ્રેમ,કરુણાથી ફરી અસ્તિત્વને ભરીએ
પરહિત એ જ સાચો ધર્મ છે માનવજાતિનો
બીજાને બચાવી ને એ થકી ખુદ પણ બચીએ
આપણે જીવવાનાં જ.
આપણે જીતવાનાં જ.
પ્રભુ માવતર છે,આપણને એ માફ કરવાનાં જ
આપણાં પાપ,કુકર્મો,હૈયું એ સાફ કરવાનાં જ
આપણે જીવવાનાં જ
આપણે જીતવાનાં જ
-મિત્તલ ખેતાણી