અવકાશ છે આજના દિવસે મારા જીવનમાં,
આભાસ થાય છે કે છોડી જઈશ આ વાત તું વચમાં.
કલમ માંડતી નથી આજે શાહીમાં ડૂબકી,
આભાસ થાય છે કે કવિતા આજે રહેશે અધુરી.
વાદળ શ્વેત છે અને બેરંગ છે સાંજ મારી,
આભાસ થાય છે તે મારી રંગોની પીંછી છે ચોરી.
શિયાળાની ઠંડીમાં રોકાયો છે આ પવન,
આભાસ થાય છે મહેમાન થઈને આવ્યો છે તારા ભવન.
મારા હૃદયની વાત મેં તને કહી છે,
કે મેઘધનુષના હોવાની જેમ મને આભાસ થયો છે !?