સહ્યો સર્વે લોકોએ ઘણો માસ્કનો મૂંઝારો,
વેક્સિનની આશમાં આ નવા વર્ષને આવકારો.
ગુમાવી રોજગારી પરિવાર બન્યો નોધારો,
રાખી હિંમત હૈયામાં નવા વર્ષને આવકારો.
ભૂલાવી અનુભવો કડવા, સબંધોને સુધારો,
ઉમંગ ને ઉત્સાહ આ નવા વર્ષને આવકારો.
છે ગ્યું જે વર્ષ વિતી,એના વિશે શું વિચારો?
સજાવી શમણાં ઘણા નવા વર્ષને આવકારો.
આપીને પીડા, વ્યથા ને મુશ્કેલીને જાકારો,
સુખના સૂરજ સંગાથે,નવા વર્ષને આવકારો,