નવ માસ માતા કષ્ટ વેઠે છે અપાર
આવનાર બાળ એના જીવન નો આધાર.
પુત્ર હોય કે પુત્રી એ બને હૈયા કેરો હાર,
જો પુત્ર હોય તો સ્વપ્ન વધી જાય હજાર.
ઉઠતા બેસતા બસ બાળ તણો જ વિચાર,
જાણે એ એક જ એના સ્વપ્ન નો આધાર.
વર્ષો તો વિતતા જાય જેમ પાણી ની ધાર,
મોટો થઈ એ લાવશે સુંદર પદમણી નાર.
વૃદ્ધાવસ્થા હશે ત્યારે બનશે એ આધાર,
મારી અંતિમ પળ નો બનશે એ વિશ્રામ.
પણ કાળે છીનવ્યો એ આશા નો આધાર,
થઈ ગયો વિદાય એ સૌ ને મુકી નિરાધાર.
જેના કંધે જાવાના હતા અંતિમ અરમાન,
એના જ મુખ માં મુક્યુ તુલસી કેરુ પાન.
આમ ક્ષણ માં જીવનમાં થઈ ગયો અંધકાર,
બસ ,હવે નથી કોઈ આશા નો આધાર .