આ જીંદગી જેવી કોઈ સજા નથી,
છતાં જીંદગી જેવી ક્યાંય મજા નથી..
ધબક્યા કરે છે નિરંતર થાક્યા વિના,
આ હ્દયને રવિવાર જેવી રજા નથી..
શોધી આવો હકીમો પાસે, નહીં મળે,
દિલનાં દર્દોની ક્યાંય કોઈ દવા નથી..
અંગતો જ પગ ખેંચવા તૈયાર બેઠા છે,
કેવી રીતે કહું કે આ જગતમાં દગા નથી..
રહેવું જ હોય તો કોઈનાં હ્દયમાં રહેજો,
રહેવા માટે હ્દય જેવી કોઈ જગા નથી..
કાનજી ગઢવી