વહેતી નદીને જોઈ તળાવને ઈર્ષા થઈ,
આંસુનું મહત્વ જોઈ પાણીને ઈર્ષા થઇ,
અત્તરની મહેક જોઈ ફૂલોને ઈર્ષા થઇ,
સ્મશાનશાંતિ જોઈ ઘોંઘાટને ઈર્ષા થઇ,
બાળહઠને જોઈ પ્રૌઢતાને ઈર્ષા થઇ,
રૂડું સ્મિત જોઈ ઘોર આક્રંદને ઈર્ષા થઇ,
નિયમોનું પાલન જોઈ સજાને ઈર્ષા થઇ,
પ્રેમના વ્રત જોઈ ઉપવાસને ઈર્ષા થઇ,
ખાનદાની જોઈ આછકલાઈને ઈર્ષા થઇ,
આંખોને બોલતી જોઈ જીભને ઈર્ષા થઇ,
તૂટતા તારાને જોઈ સૂર્ય-ચંદ્રને ઈર્ષા થઇ,
શ્વાસમાં વિશ્વાસ જોઈ શંકાને ઈર્ષા થઇ,
સાહસના વખાણ જોઈ ધૈર્યને ઈર્ષા થઇ,
પુણ્યના તેજને જોઈ પ્રકાશને ઈર્ષા થઇ,
આશાના કિરણને જોઈ મોતને ઈર્ષા થઇ..