ઊંચે ઊંચે શાનથી પ્યારો તિરંગો ફરકે છે,
હર ભારતવાસી દેશપ્રેમથી ઝલકે છે.
આવ્યો આવ્યો આઝાદીનો રૂડો અવસર આવ્યો,
હર શહીદનું ગૌરવ મનમાં ચમકે છે.
રંગ લાવી છે ક્રાંતિકારીઓની તે ચળવળ,
એથી જ હર ભારતીયનું મુખ મલકે છે.
હરપલ જ્યાં નવો જોશ છે નવા ભારતનો,
કોટિ કોટિ વંદન કરી સૌનું દિલ ધડકે છે.
થનગન થનગન સૌ મન મૂકીને નાચે છે,
હૈયે હૈયું પુલકિત દેશપ્રેમથી છલકે છે.
– દિનેશ નાયક “અક્ષર”