એકલવ્ય કળિયુગની પરીક્ષામાં ફેઇલ છે
જયાં જુઓ ત્યાં અપેક્ષાનો કાળો કેર છે
જયાં જુઓ ત્યાં તૂટેલા સપનાંનો ઢેર છે
ન દેવ,ન દાનવ માટે જ તો છે ત્રિશંકુ માનવ
રામનાં ભાગ્યમાં એટલે તો વનની સહેલ છે
સ્વ નાં ગણિત મુજબ જ ગણે શુભ અશુભ
આંકડો તો આંકડો છે એ પછી નવ કે તેર છે
સ્ત્રી,પુરુષ કે ન્યાયતર એ બીજું કૈં જ નથી
બસ માંસનાં લોચાંની ગોઠવણીનો જ ફેર છે
કરે છે ગુરુઆજ્ઞા માટે લક્ષ્યવેધ તેથી જ તો
એકલવ્ય કળિયુગની પરીક્ષામાં ફેઇલ છે
-મિત્તલ ખેતાણી