એક નાટક જેમ જેનો અંત લાવી શકતો નથી
જિંદગીનાં તખ્ત પર પરદો હું પાડી શકતો નથી
જિંદગીનાં તખ્ત પર પરદો હું પાડી શકતો નથી
એક તારણથી કદી તારામાં હું આગળ નાં વધ્યો
એટલો થાકી ગયો છું કે હું હાંફી શકતો નથી
આંખમાં તોફાન જેવું હોવું જોઇએ વાંચવાં
આ ગઝલને શાંત પાણી જેમ વાળી શકતો નથી
એક કીસ્સો જિંદગીનો એક સ્ત્રીનાં પાલવ સમો
એમની પાછળ શું છે સૌને બતાડી શકતો નથી
તું ભલે સુંદર હશે,તારા દિવાના લાખો હશે
તે છતા તારા બધા નખરાંને સાંખી શકતો નથી
આજ જેવી હોય એવી કાલ ક્યાં કોઈની પડૅ?
કાલની ચિતાંમાં માણસ આજ માણી શકતો નથી
સાદગીનો ભાવ મારામાં ભર્યો છે ભીતર લગી
તે છતાં હું સાધુ જેવો સૌને લાગી શકતો નથી.
એ “મહોતરમાની” લગની જ્યારથી લાગી ત્યારથી
કોઇ સરહદ પ્રેમમા મારા હું બાંધી શકતો નથી
– નરેશ કે.ડૉડીયા