એક સાંધું છું હું અને તેર તૂટે છે,
ઉપરથી ઈશ્વર તું મજા લૂંટે છે.
કરગરી કદી માંગ્યા નથી મહેલ,
રોજ મારા ઘરમાં કંઈક ખૂટે છે.
ભૂલથી તારી સમક્ષ અરજ કરી,
દોષ ના તારો મારૂ નસીબ ફૂટે છે.
ચૌદ ભુવન ચિતરે એ ચિતારો તું,
કઈ પીંછીથી તું મારૂ દર્દ ઘૂંટે છે.
રાખ તારી પાસે તારી શાખ શામળા,
હૂંડી સ્વીકારે પહેલાં પ્રાણ છૂટે છે.
-દિનેશ નાયક “અક્ષર”