એક હતો ચકો…..
એક હતી ચકી…….
ચકો જુવે યુ ટ્યુબ,
ચકી whts app. માં ફસાની…
સાંજ પડી , રાત ઢળી
પણ કોણ બનાવે ખીચડી?
ચકો માસ્ટર શેફને like કરે,
ચકી રેસિપી ની રાણી!
બ્યુગલ વાગ્યા ઉદર મધ્યે,
દાંડિયા દેવાયા આંતરડા વચ્ચે.
ચકો રિસાયો ખીચડી માટે
ચકીને આવ્યું હવે ભાન.
કુકર મૂક્યું કિચન મધ્યે,
સીટી વાગે સૂરીલી ગુલતાન.
ખીચડી ખાઈ ધન્ય થયા..
સફળ થયો અવતાર…..
શ્રદ્ધા ભટ્ટ