ક્યારેક એવું પણ થાય છે.
રૂઝાય છે ઘાવ ને ઘસરકો રહી જાય છે.
ક્યારેક વર્ષી જાય છે વરસાદ.
ને, ઝાકળ રહી જાય છે.
આમ તો એક આખો દરિયો સચાવ્યો છે આંખમાં
તોયે યાદોના મોજાથી નિર છૂટી જાય છે.
વર્ષોથી સુતેલા મારા સપના સળવળી જાય છે.
આંખો ખુલે છે ને સવાર થઈ જાય છે.
લાગણીઓ બૅબાક બની દોડી જાય છે.
પણ આ દિલ દરવાજેથી પાછું વળી જાય છે.
સમયના પાલવમાં છે બધું
કોઈ ટીપે ટીપે તરસી જાય છે.
ક્યાંક સરોવર છલકી જાય છે.