એ ના કેવી લાગે તને
જે ઘણી બધી હા ની હરોળ પછી આવી હોય.
એ ના કેવી લાગે તને,
જે વર્ષો સુધી જોયેલી રાહ પછી આવી હોય.
એ ના કેવી લાગે તને,
જે વારંવાર મનાવ્યા પછી આવી હોય.
એ ના કેવી લાગે તને,
જે તારી ભીની આંખો અવગણીને પામી હોય.
એ ના કેવી લાગે તને,
જેના થકી તારી રાહો પણ બદલાઈ હોય.
એ ના મને પણ એવી જ લાગતી,
જે કેટલાક અંતરાલ સુધી તારા મોઢે સાંભળી હોય.