એ બાળપણ, એ બાળપણ,
એ બાળપણ ખોવાયું ક્યાં?
એ લાદીને બદલે ગાર હતી,
હજુ મોટા થવામાં વાર હતી(૨)
એ બાળપણ….
આજે જવાબદારી મુકાતી નથી,
અને પૈસાની માયા છૂટતી નથી(૨)
એ બાળપણ….
એ રોડ’ને બદલે રસ્તા હતા,
હોય મુસીબતો તો’યે હસતા હતા(૨)
એ બાળપણ….
એ છત્રીને બદલે કુશલી હતી,
બંગલાને બદલે ઝુંપડી હતી(૨)
એ બાળપણ….
એ વીવડાના જળ ખૂબ મીઠા હતા,
આજે અલ્કલાઈન પિતા થયા(૨)
એ બાળપણ….
તે’દી માસ્તરે સોટી મારી હતી,
તેથી જિંદગી આજે હારી નથી(૨)
એ બાળપણ….
ત્યારે જિંદગી જીવવાની મજા હતી,
આજે રાવીવારની’યે રજા નથી(૨)
એ બાળપણ….
ત્યારે વડીલોની શીખ સારી હતી,
ભલે મીઠા કરતાંયે ખારી હતી(૨)
એ બાળપણ….
ત્યારે ચોપડીમાં ભણવાના પાઠ હતા,
રાજ-રજવાડા જેવા ઠાઠ હતા(૨)
એ બાળપણ….
ત્યારે મોટા થવાની ઉતાવળ હતી,
આજે બાળપણની યાદો ભુલાતી નથી(૨)
એ બાળપણ….
Continue Reading