વહેલી સવારે સારું વિચારું, એ યોગ છે
બોલું ન કોઈ માટે નઠારું, એ યોગ છે
પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં
બીજાની ભૂલ પણ હું સુધારું, એ યોગ છે
આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે
મહેનત કરી વજનને ઉતારું, એ યોગ છે
મારા ગણીને સૌને પુકારું, એ યોગ છે
આનંદથી ઘરે હું પધારું, એ યોગ છે
વહેચું બધુય કીમતી મારું, એ યોગ છે
માગું કદી નહિ જે છે તારું, એ યોગ છે..
~ડો. મુકુલ ચોકસી