આકાશ મા જોવાથી કંઈ નહીં થાય ….
ત્યાં પહોંચવા માટે પક્ષી જેવો બન ,
દરિયા ને જોવાથી કંઈ નહીં થાય ….
તેને પાર કરવા તરવૈયો બન ,
જંગલો ને જોવાથી કંઈ નહીં થાય…
તેમાંથી નીકળવા માટે નીડર બન ,
મુશ્કેલી ને જોવાથી કંઈ નહીં થાય…
એનો સામનો કરવા હિંમતવાળો બન ,
સપનાઓ જોવાથી કંઈ નહીં થાય…
તેને પૂરા કરવા કાબિલ બન ,
ખાલી પુસ્તક ને જોવાથી કંઈ નહીં થાય …
કલમ ઉઠાવવા માટે પ્રયત્નશીલ બન .