કદી એ પ્રસંગને પણ ધારી જુઓ તો કંઈ થાય
મુજને પોતાનામાં થોડા વધારી જુઓ તો કંઈ થાય
ચિત્ર એકલું કોરી ખાય છે દીવાલો ને,
મુજને એની બાજુમાં મઠારી જુઓ તો કંઈ થાય
માન્યું હશો કોઈકના તમે પણ,
થોડા અંદરથી ખુદને વિસ્તારી જુઓ તો કંઈ થાય
બારણાં આજ સુધી વાસ્યા નથી મેં
કદીક મુજ હ્રદયે પણ પધારી જુઓ તો કંઈ થાય
પાંપણની પાળે રેલમછેલ ચોતરફ,
કદી આંખ મારી તમે નિતારી જુઓ તો કંઈ થાય
કવિતાઓમાં વ્યક્ત કરું છું જે
ક્યારેક મનમાં એને ઉતારી જુઓ તો કંઈ થાય
કદી એ પ્રસંગને પણ ધારી જુઓ તો કંઈ થાય
ખુદને મારામાં થોડા વધારી જુઓ તો કંઈ થાય
નીતા કંસારા