દિકરી વિના મારા પ્યાસા પ્યાસા હૈયાનો પોકાર તડફડતો,
આંખે દડદડ આંસુ, દિલમાં વહાલનો દરિયો ઊછળતો.
આંખના રતન સમી દીકરી મારી પળમાં પારકી થઈ છે,
હસતી રમતી ગાતી હિંચકે ઝૂલતી-હૈયે કંપ થથરતો.
આભ આંબતી હૈયા ઘેલી લીલીછમ વેલ જેવી દીકરી મારી,
સૂનકાર ભરેલી ધરતી મારી-સૂનું ઘર હાથ ફફડતો.
શરણાઈના સૂરની તડપન જાણે વધતી દિલની ધડકન,
આંખોમાં ઘૂમરાતી ધક ધક હૈયાનો ધબકારો ધબકતો.
કન્યાવિદાય વેળા-આંસુઓ રોકી શકતો નથી રડી પડું છું,
કાળજા કેરો કટકો મારો સદા રહો સુખી હૈયે ધડકતો.
-દિનેશ નાયક “અક્ષર”