જીવન તો વહેવા માટે જ છે એને વહેવા દેજો
જે ટોકતાં કહેતાં હોય તેને તેનું કર્મ કરવા દેજો
ઇતિહાસ આ સાક્ષી છે કે કૈં ઉકાળ્યું નથી એમણે
ટીકાખોરોને ભલેને સ્વપ્નદ્રષ્ટા પર ભસવા દેજો
ઉન્નતિનાં સીધાં ચઢાણ પર તો આવશે જ ને કષ્ટો
ઢાળ પર જ જેને ઉતરવું છે એને ઉત્તરવા દેજો
મહાન ધ્યેય માટે મરવું એ જ રસ્તો છે અમરત્વનો
દુન્યવી માટે ના તમારાં જીવનને સાવ મરવાં દેજો
આ પીડા,આ તિરસ્કાર,આ કટાક્ષ તો ઇનામ જ છે
કર્તવ્યપથ પર સારું ખરાબ જે મળે તે મળવા દેજો
દેશ,આદ્યાત્મ,સેવા,પ્રેમ,કરૂણા,સત્ય કે કૈક અમૂલ્ય
આ સૌ માટે થવું પડે જાતે ફના તો થઈ જવા દેજો
-મિત્તલ ખેતાણી