કર્યું શંઘર્ષ નું કુમ કુમ
ને નીકળી સાહસ ની લય લાઠી
ઉત્સાહ ને હિંમત ની ચમક
નેત્રો માં લય
હું કર્તવ્ય ના મેદાન માં ભાગી
પેરી ઝડપ ની મોજડી
હાથો માં સ્થિરતા ની ચૂડી
હું કર્તવ્ય ના મેદાન માં ભાગી
શોર્યતા નું થેલો સાથે
જેમાં અવનવા સપનાઓ ની પોટલી
ધીરજ કેરી ગાંઠ મારી
કર્તવ્ય ના મેદાન માં ભાગી
અટકડો, ખોટ, મેણાં ટોણા ના પડછાયા મારી પાછળ
સત્ય ના જાંજર નો જણકાર પેરી
કર્તવ્ય ના મેદાન માં ભાગી
માં મારી જનેતા જેનો સદેવ ઓઢણીયે આશીર્વાદ
આવો જોયો છેઃ તમે ક્યાય શણગાર?
~ માનસી દેસાઈ