તને વર્ણવી શકે એવાં શબ્દો મારા હજુય નથી.
પણ પ્રેમ મારો આજેય અકબંધ ને અડીખમ છે.
દિલની આ લાગણી હજુય તારા થી દૂર નથી.
પણ તારા દિલનો ભાર આજેય એવો ને જ એવો છે.
મને સમજી શકે એવું તારું દિલ હજુય નથી.
પણ સંજોગો દિલના કોઈ ખૂણે આજેય તારી યાદ અપાવે છે.
ભૂલ આપણે બંને માની લઈએ એવી પરિસ્થિતિ હજુય નથી.
પણ તારું દૂર થવાનું અણગમતું કારણ હજુય અકબંધ છે.
તારાથી દૂર રહેવાનું છે એ ખ્યાલ દિલને આજેય નથી.
હવે બહુ થયો આ સંબંધોનો તરવરાટ હવે આવી જા મારા જીવનમાં.
હવે તો લાગણીને મારી આ કલમ પણ કાબુમાં નથી રાખી શકતી.