લાઠીના દરબારે કેકારવ કરવા આવો,
સોરઠની વાડીના મોરલા પાછા આવો.
ભેટે છોને તલવાર કલમ લઈ પધારો,
કલાપી આવો ગુર્જરધરા પાવન કરાવો.
સુક્કા શેરડી ખેતર રડે રહ રહ આજે,
શેરડી સાંઠે મીઠો મધુર રસ ભરાવો.
આપના સ્પંદન વેદનાને લાગણી,
કોક પાસે પંખી પર પથ્થર તો નખાવો.
શોભનાના આંસુ લુછવા ફરી પધારો,
યાદોનું રણઝણ ઝરણું ફરી વહાવો.
આપના વગર છંદોલય આંદોલન ઝંખે,
મીઠા મધુર કાવ્ય ગાન આવી ગાવો.
આપ વગર કવન સૂના સૂના ભાસે,
આપ પધારો ફરી પ્રિત ગીત રેલાવો.
કાગડોળે રાહ જોવાય વહાલા કલાપી,
સોળે કળાએ સજ્જ ધજ્જ થઈ આવો.
-દિનેશ નાયક “અક્ષર”.